પેરામિલિટ્રી ફોર્સે 1 હજાર વિદેશી વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ

admin
1 Min Read

દેશની પેરામિલિટ્રી ફોર્મે આત્મનિર્ભર ભારત તરફ પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં સુરક્ષાદળે એક હજાર વિદેશી ઉત્પાદકોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.

કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારની સીએસકી કેન્ટિનમાં પણ આ વિદેશી સામાનોનું વેચાણ થશે નહીં. પછી તે માઇક્રોવેવ હોય કે શૂઝ, કપડા હોય કે ટૂથ પેસ્ટ, ફોર્સે એક હજાર વિદેશી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નવો નિયમ એક જૂનથી લાગૂ થઈ ગયો છે..

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે જણાવ્યુ હતું કે, કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારની કેન્ટીનોમાં હવે માત્ર મેડ ઈન ઈન્ડિયા જ વસ્તુઓનું વેચાણ થશે.

આ ઉપરાંત ફેરેરો, રાશેર, રેડ બૂલ, વિક્ટોરિનોક્સ, સફિલો જેવા પ્રોડકટ્સની આયાત પર સાત કંપનીને ડી લિસ્ટ કરવામાં આવી છે. પેરામિલિટ્રી ફોર્સમાં સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી, આસામ રાઇફલ્સના આશરે 10 લાખથી વધુ જવાન છે. તેના પરિવારજનોના સભ્યોને ગણો તો 50 લાખથી વધુ લોકો સેન્ટ્રલ પોલીસ કેન્ટીનથી ખરીદી કરે છે. હવે આ લોકો સ્વદેશી ઉત્પાદકોની ખરીદી કરશે.

 

પેરામિલિટ્રીએ કયા ઉત્પાદકો પર લગાવ્યા પ્રતિબંધ

ફુટવેર, સ્કેચર, રેડ બુલ ડ્રિંક, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, કપડા, ટૂથ પેસ્ટ, હેવેલ્સની પ્રોડક્ટ, હોરલિક્સ, શેમ્પૂ, બેગ સહિત ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યા છે. હવે તેના સાથે માત્ર સ્વદેશી વસ્તુ ઉપયોગમાં લેવામાં આવશે. જવાનોને પણ અપીલ કરવામાં આવી છે કે તે વિદેશી સામાનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરે.

Share This Article