ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં પરિણીતીનો ફર્સ્ટ લુક રિલીઝ

admin
1 Min Read

ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ રાઇટર પૌલા હૉકીન્સની બેસ્ટ સેલર બુક ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ પર આધારિત છે. આ બુક પરથી હોલિવૂડમાં પણ ફિલ્મ બની છે. હવે આની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા એમિલી બ્લન્ટના રોલમાં દેખાશે. પરિણીતીએ સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક રિલીઝ કરતાં લખ્યું કે, ‘એવું જે મેં અગાઉ ક્યારેય નથી કર્યું. મારી લાઈફમાં મેં ભજવેલું સૌથી અઘરું પાત્ર……આ ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલાં જ લંડનમાં શરૂ થયું છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કૃતિ કુલ્હારી અને અદિતિ રાવ હૈદરી પણ સામેલ છે. રિભુ દાસગુપ્તા ડિરેક્ટ આ ફિલ્મના ડિરેક્ટર છે જ્યારે ‘રીલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ’ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. કૃતિ કુલ્હારી આ ફિલ્મમાં આલિયા શેરગિલ નામની બ્રિટિશ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.ફિલ્મમાં પરિણીતી ચોપરા આલ્કોહોલિક ડિવોર્સીના રોલમાં જોવા મળશે. તે એક મિસિંગ વ્યક્તિના ઇન્વેસ્ટિગેશનમાં ઇન્વોલ્વ થાય છે. ફિલ્મના ડિરેક્ટર બુક પરથી જ ફિલ્મ બનાવી રહ્યા છે જેથી તે કેરેક્ટર્સને પૂરતો ન્યાય આપી શકે……

Share This Article