લોકડાઉનમાં Parle-G બિસ્કિટે તોડ્યો 82 વર્ષના વેચાણનો રેકોર્ડ

admin
2 Min Read

કોરોના વાયરસના કારણે લોકડાઉન વચ્ચે ભલે ધંધામાં નુકશાની જોવા મળી હોય પરંતુ પારલે-જી બિસ્કિટનું એટલું બધું વેચાણ થયું કે છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. માત્ર 5 રુપિયામાં મળતા પારલે-જી બિસ્કિટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઈ રહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ ખૂબ મદદગાર સાબિત થયા.

કોરોના મહામારી અને લોકડાઉનમાં મોટાભાગના વેપાર-ધંધા નુકસાન ભોગવી ચૂક્યા છે, પરંતુ Parle-G બિસ્કિટનું વેચાણ એ રીતે થયુ કે, વિતેલા 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

Parle-G, 1938થી જ દેશવાસીઓની સૌથી લોકપ્રિય બિસ્કિટમાં પ્રસ્થાપિત થઇ ચૂકી છે અને આ લોકડાઉન વચ્ચે કંપનીએ તેના અત્યાર સુધીના વેચાણ ઇતિહાસની સૌથી વધુ બિસ્કિટ વેચીને રેકોર્ડ બનાવ્યો છે.

જોકે પારલે કંપનીએ સેલ્સ આંકડા જાહેર કર્યા નથી, પરંતુ માર્ચથી મે સુધીનો સમય કંપની માટે વિતેલા 82 વર્ષનો સૌથી સારો સમય રહ્યો. પાંચ રુપિયાના પેકેટવાળા Parle-G બિસ્કિટનો સૌથી વધુ વપરાશ હજારો કિમીના સફર પર નીકળી ગયેલા લાખો પ્રવાસી મજૂરોએ કર્યો હોવાનું માનવામાં આવે છે.

આ સમય દરમિયાન કોઇએ જાતે ખરીદીને Parle-G બિસ્કિટ ખાધા, તો કોઇએ અન્યોને મદદના નામે બિસ્કિટ વહેંચ્યા. મોટો વર્ગ એવો પણ છે જેણે આ સમયમાં ઘરમાં જ પારલે-જી બિસ્કિટનો સ્ટોક કરી રાખ્યો હતો. Parle-G પ્રોડક્ટ કેટેગરી હેડ મયંક શાહના જણાવ્યા મુજબ કંપનીના કુલ માર્કેટ શેરમાં આશરે 5 ટકાનો વધારો થયો અને આ ગ્રોશમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જીના વેચાણથી થયો છે.

Share This Article