પાટણ : પાટણ શહેરમાં મોટી સંખ્યામાં યુવકોએ રસી મુકાવી

admin
1 Min Read

ગુજરાતમાં 38 જિલ્લામાં અને શહેરમાં 18 વર્ષથી ઉપરના યુવકોને પણ કોરોના સામે રક્ષણ માટે વેક્સિન રસી આપવાની શરૂઆત થઈ છે . ત્યારે પાટણ શહેરમાં પણ મોટી સંખ્યામાં યુવકોએ રસી મૂકાવવામાં ઉત્સાહ દાખવ્યો છે . વહેલી સવારથી જ યુવકો વેક્સિનેશન સેન્ટર બહાર લાઈન સ્વરૂપે ગોઠવાઈ ગયા હતાં . અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા નિયત સમય અગાઉ આવેલા યુવકોએ રસી મૂકાવીને કહ્યું હતું કે , કોરોનાને હરાવવા માટે તેઓ આગળ આવ્યા છે .

તથા રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ન થતી હોવાની વાત પણ યુવકોએ વધુમાં કરી હતી . પાટણ જિલ્લાના 25 સેન્ટર પર અને શહેરમાં ચાર સેન્ટર પર આજથી 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવી રહી છે . શહેરમાં શિશુ મંદિર સ્કૂલ , સિવિલ હોસ્પિટલ , રેડક્રોસ ભવન અને ટી.બી હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ 25 સેન્ટર ઉપર રસીકરણ કેન્દ્રો પર પહેલેથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થતા પ્રત્યેક કેન્દ્ર પર અંદાજીત 200 ની સંખ્યામાં લાભાર્થી યુવાઓને રસી આપવાની શરુઆત કરી છે .

Share This Article