પાટણ : ભાજપના મીડિયા કન્વીનરોનો મીડિયા વર્કશોપ યોજાયો હતો

admin
1 Min Read

ગુજરાતમાં આગામી ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાટણ જિલ્લામાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે જેના ભાગરૂપે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાની ઉપસ્થિતમાં જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનરોનો મીડિયા વર્કશોપ યોજાયો હતો.

જેમાં પ્રદેશના સહપ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારની પ્રજા લક્ષી વિવિધ યોજનાઓ તેમજ સંગઠનની પ્રજા લક્ષી મહત્વની ભૂમિકાને આંતળિયાર વિસ્તારોની પ્રજા સુધી પહોંચાડવા મીડિયાનો સવિશેષ ફાળો રહેલો છે.આ મીડિયા વર્કશોપમાં સહપ્રવકતા કિશોરભાઈમકવાણા , ઉત્તર ઝોન કનવિનર રેખાબેન ચૌધરી, સહ કનવિનર રાજુભાઈ ભટ્ટ,જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ , સંગઠન ના મહામંત્રી અને જિલ્લાના મીડિયા કન્વીનર અને સહ કન્વીનર હાજર રહ્યા હતા.

Share This Article