પાટણ : હારીજના રાધનપુર માર્ગ પર અકસ્માત

admin
1 Min Read

પાટણના હારીજ રાધનપુર રોડ પર અકસ્માત થયો. 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા એકનું મોત નીપજ્યુ. અકસ્માત એટલે ભયંકર હતો કે ડ્રાઇવરનો મૃતદેહ ટ્રકનો દરવાજો તોડીને બહાર કાઢવો પડ્યો હતો. મુખ્ય માર્ગ પર જ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તેમજ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. પાટણમાં આજે સવારે હારીજ અને રાધનપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લાકડા ભરેલ આઈસરની ગાડી પાછળ મિની આઈસર ઘૂસી ગયું હતું. ત્યારે મિની આઇસર ચાલકનું ફસાઈ જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરની લાશને દરવાજો તોડી બહાર કઢાયો હતો. અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે દેશમાં દર રોજ એક હજારથી વધુ માર્ગ અક્સ્માતો થઈ રહ્યાં  છે. ૨૦૧૮ના વર્ષમાં ૧૮,૭૬૯ અકસ્માતના બનાવો બન્યા હતા. તેમાં  ૭,૯૯૬ લોકોનાં મૃત્યુ થયાં હતા. તેમાં માત્ર ૨૫થી ૩૫ વર્ષની  વય ધરાવતાં ૨,૩૧૪ યુવક-યુવતીનાં મૃત્યુ થયાં હતા.  ટકાવારીની દૃષ્ટિએ ૨૮.૯૩ ટકા યુવાનોનાં મૃત્યુ થાય છે. રોજ છ  યુવાનો મૃત્યુ પામે છે.

 

 

 

Share This Article