પાટણ : બેન્ડવાજા, જનરેટર લાઈટ ડેકોરેશન અને નાસીક ઢોલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin
1 Min Read

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેર છેલ્લા એક સપ્તાહથી મંદ બનતા જિલ્લા પ્રશાસન દ્વારા મોટાભાગના ધંધા-રોજગાર માટે આંશિક છૂટછાટ આપી સરકારની કોરોનાની ગાઈડલાઈનનાં પાલન સાથે શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કોરોનાની પ્રથમ લહેરથી સંપૂર્ણપણે બંધ કરાયેલા મ્યુઝીકલ બેન્ડ પાર્ટીઓ, જનરેટર લાઈટીગો, નાસીક ઢોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધા-રોજગાર બંધ કરાવવામાં આવ્યા છે.

જેના કારણે આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના પરિવારજનો નો જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હોય ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા ઉપરોક્ત વ્યવસાયને આંશિક છૂટછાટ ના ભાગરૂપે સરકારની કોરોના ગાઇડ લાઇન મુજબ શરૂ કરવા દેવામાં આવે તેવી રજૂઆત સાથે પાટણ બેન્ડવાજા એસોસિયેશન, જનરેટર લાઈટ ડેકોરેશન એસોસીએશન તેમજ નાસીક ઢોલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી પોત પોતાના ધંધા-રોજગાર આંશિક રીતે શરૂ કરવા દેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.શહેરના વિશ્વ વિખ્યાત રાજકમલ મ્યુઝિક બેન્ડ ના કિરીટભાઈ રાવળ જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરથી જ અમારા ધંધા-રોજગાર સરકાર દ્વારા સંપૂર્ણપણે બંધ કરાવ્યા હોય જેના કારણે અમારા ધંધા સાથે સંકળાયેલા પરિવારજનોને પોતાના પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ કઠિન બન્યું હોય જો સરકાર આ બાબતે આંશિક છૂટછાટ આપે તો અમારા ધંધા-રોજગારને પણ નવજીવન મળી શકે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share This Article