પાટણ : રોજગાર ભરતી મેળો યોજાયો

admin
2 Min Read

પાટણ રંગભવન હોલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર પાટણ, અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્રારા આયોજીત જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ઉપસ્થીત રહ્યા હતા તેમજ વિવિધ કંપનીઓમાં નોકરી વિષે આ લોકોને માહીતીગાર કરવામાં આવ્યા હતા. સાથે જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખ ઉપસ્થીત રહયા હતા. કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા યુવાનોને રોજગારીની તકો વધારે પ્રમાણમાં ઉપલબ્ધ બને તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. રોજગાર ભરતીમેળાના આયોજન થકી દેશમાં રોજગારી આપવામાં ગુજરાત રાજય પ્રથમ ક્રમે રહયું છે. દેશમાં ૮૬ ટકા રોજગારી માત્ર ગુજરાત પુરી પાડે છે. ગુજરાતમાં ઔધોગિક તેમજ આનુસંગિકક્ષેત્રોના વિકાસના પરિણામે વિપુલ પ્રમાણમાં રોજગારીનું નિમાર્ણ થયું છે.રાજય સરકાર દ્રારા નોકરીદાતા અને રોજગાર ઇચ્છુક ઉમેદવારોને એક મંચ પર એકત્રિત કરીને નોકરીદાતાઓને માનવબળ તથા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવે છે.પાટણ જિલ્લામાં વધુમાં વધુ યુવાધનને પ્લેસમેન્ટ મળી રહે અને રાજય તથા દેશનું નામ રોશન કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સરક્ષણ ભરતીમેળામાં ગુજરાતના ૧૩૧૨ યુવાનોને એક માસની તાલીમ આપી હતી. જેમાથી પાટણ જિલ્‍લાના કુલ ૩૯ નવયુવાનો પસંદગી પામેલ. રાજય સરકાર ગુજરાતમાં વધુમાં વધુ  ઉધોગો સ્થપાય અને રોજગારી તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ બને અને બેરોજગારીમાં વધુમાં વધુમાં ઘટાડો થાય તેવા પ્રકાર કામગીરી કરી રહી છે.

Share This Article