પાટણ : કલેકટર ઓફિસ બહાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ

admin
1 Min Read

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઓક્ટોબરે યોજાવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બિન સચિવાલય પરીક્ષા રદ કરવાના કારણે અનેક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ વિદ્યાર્થીઓએ કલેકટર ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો હતો. ધો. 12 પાસ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી 20/10/2019ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક 150/201819 બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની પરીક્ષા હાલ પુરતી રદ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Share This Article