પાટણ : લાંચ લેતા રંગેહાથ ઝડપાયો સાંતલપુરનો પોલીસ કોન્સ્ટેબલ

admin
1 Min Read

પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રંગેહાથે ઝડપાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, આરોપીને પોલીસ મથકમાંથી જામીન આપવા કોન્સ્ટેબલ અહેમદ ખાન ઉમરખાન મલેકે રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે આખરે તેણે 10 હજાર રૂપિયા લઈને જામીન આપવાનું નક્કી કર્યું હતું.

કોન્સ્ટેબલે લાંચના ત્રણ હજાર રૂપિયા પહેલાંથી જ લઈ લીધા હતા. જોકે બાકીના 7 હજાર રુપિયાની લાંચ લેવાના બાકી હતા. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવી હતી. જેથી બનાસકાંઠા એસીબીએ ફરીયાદના આધારે છટકુ ગોઠવ્યુ હતું અને કોન્સ્ટેબલને લાંચની રકમ રુપિયા સાત હજાર સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા એસીબીએ આ મામલે તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલ કોન્સ્ટેબલ સામે લાંચ રીશ્વત કેસ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article