પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પાટણમાં તૈયારીઓ પૂર્ણ

admin
1 Min Read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ત્યારે આવતીકાલે ૨૮મી ફેબ્રુઆરીએ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે.જેને લઇને પાટણ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આજરોજ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બી.બી.એ ડિપાર્ટમેન્ટમાં ઈવીએમની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને તમામ વોર્ડમાં ઇવીએમ રવાના કરવામાં આવ્યા હતા.પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૧૧૨ બુથમાં ઇવીએમની ફાળવણી કરવામાં આવી હતી.ચૂંટણીમાં પોલિંગ બૂથ અધિકારી અને પ્રિસાઇડિંગ ઓફિસર પણ ઇવીએમ મશીન સાથે બુથ ઉપર રવાના થયા હતા. પાટણ નગરપાલિકામાં ૧૧ વોર્ડમાં કુલ ૧૧૨ બુથ ફાળવવામાં આવ્યા છે. આવતીકાલે પાટણમાં કુલ 67 બિલ્ડિંગમાં આ મતદાન યોજાશે. નગરપાલિકામાં ૧,૨૩,૮૩૦ જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર એસ.આર.પી અને પોલિસ ખડેપગે રહેશે.

Share This Article