મસ્કતી હોસ્પિટલમાં મહિલાઓ સાથે શારીરિક છેડતી

admin
1 Min Read

સુરત પાલિકા સંચાલિત હોસ્પિટલમાં મહિલાઓ સાથે શારીરિક છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી છે. મહિલા કામદારો દ્વારા હોસ્પિટલમાં મુકાદમ તરીકે ફરજ બજાવતા અશોક વાળંદ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જેને લઈને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 354 અને અન્ય મહિલાની ફરીયાદ પ્રમાણે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કિસ્સાને જાતીય સતામણી સેલ અને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો છે. સુરત પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના મુકાદમ અશોક વાળંદ સામે આઠ જેટલી મહિલાએ જાતીય સતામણીના ગંભીર આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરનાર મહિલાઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને મળવા માટે આવી હતી. રજૂઆત દરમિયાન તેઓએ મુકાદમ સેક્સની માંગણી કરતો હોવાની સાથે હેરાનગતિ કરી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. પીડિત મહિલાઓએ અશોક વાળંદને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. હાલ મહિધરપુરા પોલીસે આઈપીસીની કલમ 354 અને અન્ય મહિલાની ફરીયાદ પ્રમાણે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Share This Article