ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔધોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા અંદાજે રૂા. 70 કરોડના ખર્ચે MSME એકમો માટે 10 એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કર્યું હતું. નીતિન પટેલે અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં રૂા.1.25 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા રૂા. 51 લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં આગામી એક વર્ષમાં આ પ્રોજેકટ કાર્યાન્વિત થતાં ઔધોગિક મુડી રોકાણ વધવા સાથે રોજગારીની વિપુલ તકો સર્જાશે. નીતિન પટેલે જણાવ્યું કે, રાજયમાં MSME ક્ષેત્રે મહત્તમ રોકાણો આવે તે માટે રાજય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીધાં છે. દેશના નાણાંમંત્રીએ નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ 31 ટકાથી ઘટાડી 15 ટકા કરી ઔધોગિક રોકાણ ક્ષેત્રે નવીન તકો ઉભી કરી છે જેને પરિણામે રાજયમાં મોટા પાયે ઔધોગિક ક્ષેત્રે રોકાણો થવાના છે જેનો લાભ અંકલેશ્વર વિસ્તારને પણ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -