પીએમ મોદીએ 7મી વખત લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, કોણે કેટલીવાર તિરંગો લહેરાવ્યો જાણો

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો હતો. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. ત્યારે પીએમ મોદીએ આ સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ પાછળ છોડી દીધા છે.

પીએમ મોદીએ સતત સાતમીવાર લાલ કિલ્લા પરથી તિરંગાને લહેરાવ્યો છે. અટલજી પહેલાં વડાપ્રધાન હતા, જેમણે 6 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત ધ્વજ લહેરાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી ચોથા નંબરે આવી ગયા છે.

(અટલ બિહારી વાજપેયી)

વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌથી વધુ વખત 17 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. તેમને આ મોકો 16 વખત મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમણે 10 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. જ્યારે રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે.

મહત્વનું છે કે, ગુલઝારી લાલ નંદા બે વાર 13-13 દિવસ માટે દેશના વડાપ્રધાન બન્યા. પહેલીવાર 27 મેથી 9 જૂન 1964 સુધી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે ચંદ્રશેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી 8 મહિના વડાપ્રધાન રહ્યા. પરંતુ આ બંને નેતાઓને લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવાનો મોકો નહતો મળ્યો.

વડાપ્રધાન                                કેટલીવાર લહેરાવ્યો તિરંગો

જવાહરલાલ નહેરુ                        17 વખત

ઈન્દિરા ગાંધી                               16 વખત

મનમોહનસિંહ                             10 વખત

નરેન્દ્ર મોદી                                   7 વખત

અટલ બિહારી વાજપેયી               6 વખત

રાજીવ ગાંધી                                 5 વખત

Share This Article