વડાપ્રધાને સ્વતંત્રતા દિને દેશવાસીઓ માટે કરી મોટી જાહેરાત

admin
2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણમાં દેશવાસીઓને એક યોજના ભેટમાં આપી છે. પીએમએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લઈને જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તમારા દરેક ટેસ્ટ, દરેક બિમારી, તમને કયા ડૉક્ટરે કઈ દવા આપી હતી. તમારા રિપોર્ટ શુ હતા આ તમામ જાણકારી હેલ્થ કાર્ડમાં આપવામાં આવશે.

(File Pic)

પીએમ મોદીએ નવા હેલ્થ મિશન વિશે લોકોને જણાવ્યું કે આજથી દેશમાં એક મોટું અભિયાન શરુ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે નેશનલ ડિજિટલ હેલ્થ કાર્ડ મિશન. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે. સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કોરોના લેબ વિશે વાત કરતા કહ્યું કે દેશમાં જ્યારે કોરોના શરુ થયો ત્યારે દેશમાં માત્ર 1 લેબ હતી. આજે દેશ9+માં 1400થી વધારે લેબ છે. આપણી પોલિસી, પ્રોસેસ અને પ્રોડક્ટ્સ તમામ બેસ્ટ હોવા જોઈએ, સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ. ત્યારે જ આપણે એક ભારત-શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરી શકીશું.

(File Pic)

આ પ્રસંગે કોરોનાની વેક્સીન અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, “દેશના દરેક વ્યક્તિને કોરોનાની રસી ક્યારે આવશે તેની રાહ છે. હું આ દિવસ કહેવા માંગું છું કે આપણા વૈજ્ઞાનિકો ઋષીમુનીઓની જેમ લેબમાં તપસ્યા કરી રહ્યા છે. ભારતમાં હાલ ત્રણ-ત્રણ વેક્સીન ટેસ્ટિંગના અલગ અલગ તબક્કામાં પહોંચી ગઈ છે. વૈજ્ઞાનિકો તરફથી લીલીઝંડી મળતા જ આપણે તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરી દઇશું. એટલું જ નહીં, આ રસી દરેક ભારતીય પાસે કેવી રીતે પહોંચશે તેનો આખો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

Share This Article