15મી ઓગસ્ટે વન નેશન વન હેલ્થ કાર્ડની પીએમ મોદી કરી શકે છે જાહેરાત

admin
1 Min Read

વન નેશન વન રેશન કાર્ડ બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના પણ લાગુ કરવા જઈ રહી છે. આવતીકાલે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી શકે છે. મોદી સરકાર તમામ દેશવાસીઓનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ કરવાની તૈયારી કરી રહી છે અને તેના અંતર્ગત જ આ યોજના લાગુ કરવામાં આવી શકે છે.

(File Pic)

સૂત્રો મુજબ, કેન્દ્ર સરકાર 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરી શકે છે. આ સ્કીમ હેઠળ દેશના દરેક નાગરિકના હેલ્થનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત આધાર કાર્ડની જેમ જ દરેકનું હેલ્થ આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવશે.

(File Pic)

આ ડેટામાં ડૉક્ટરની વિગતો સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. સરકારની વન નેશન વન હેલ્થ કાર્ડ યોજના દ્વારા તમામને એક હેલ્થ કાર્ડ તૈયાર કરાવવું પડશે. તેનાથી થનારી ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સમગ્ર જાણકારી આ કાર્ડમાં ડિજિટલી સેવ થશે. તેનો રેકોર્ડ રાખવામાં આવી શકશે. આ યોજના લોન્ચ થવાથી તેનો સૌથી મોટો ફાયદો એ હશે કે દેશમાં કોઈ પણ હૉસ્પિટલ કે ડૉક્ટરની પાસે જ્યારે સારવાર કરાવવા જશો તો સાથે આપને તમામ દસ્તાવેજ અને ટેસ્ટ રિપોર્ટ નહીં લઈ જવા પડે. ડૉક્ટર કોઈ પણ જગ્યાએ બેસીને આપના યૂનિક આઇડી દ્વારા તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે.

Share This Article