કોરોનાના સંક્રમણને રોકવા તૈયાર કરાયું ખાસ ઈનહેલર

admin
2 Min Read

વિશ્વભરમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ જરુરી બની ગયુ છે. ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવું ઈનહેલર બનાવ્યું છે જે કોરોનાને રોકવામાં પીપીઈ કીટ કરતા પણ વધુ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે.

(File Pic)

અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું ઈનહેલર બનાવ્યું છે, જે કોરોનાને અટકાવવામાં PPE કરતાં પણ વધુ સુરક્ષા આપશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારો તેમના રિસર્ચમાં દાવો કર્યો છે. આ ઈનહેલરને એરોનેબ્સ નામ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરવા માટે નાકમાં સ્પ્રે કરવું પડે છે. આ ઈનહેલરમાં ખાસ પ્રકારની નેનોબોડીઝ છે, જે એન્ટિબોડીમાંથી તૈયાર કરવામાં આવી છે.

(File Pic)

આ એન્ટિબોડીઝ લામા અને ઊંટ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે શરીરને ઈમ્યુનિટી આપે છે. પરંતુ ઈનહેલરમાં હાજર નેનોબોડીઝને લેબમાં તૈયાર કરવામાં આવી છે. તે જિનેટિકલી મોડિફાઈડ છે, જે ખાસ કરીને કોરોનાને બ્લોક કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. સંશોધનકર્તા પીટર વોલ્ટરના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી વેક્સીન નથી બની જતી અથવા ઉપલબ્ધ ન થાય ત્યા સુધી એરોનેબ્સ વાઈરસથી સુરક્ષિત રાખવા માટે કાયમી વિકલ્પ હોઈ શકે છે.

(File Pic)

સંશોધનકર્તા આ નેઝલ સ્પ્રેને લોકો સુધી પહોંચાડવા માટે મેન્યુફ્રેક્ચરિંગ ફર્મ સાથે કરાર કરી રહ્યા છે. તેમજ ટૂંક સમયમાં તેનું હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે. જો તે 100 ટકા અસરકારક સાબિત થશે તો તે આ મહામારીને રોકવામાં સરળ અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, લેબમાં પ્રયોગ દરમિયાન જોવા મળ્યું કે કોરોનાનું શરીરમાં સંક્રમણ ફેલાવાથી રોકવામાં એન્ટિબોડીઝ કામ કરે છે. એન્ટિબોડીઝની જેમ જ નેનોબોડીઝ પણ પ્રોટીનથી બનેલા હોય છે. આ એન્ટિબોડીઝના નાનાં સ્વરૂપ હોય છે અને વધુ સંખ્યામાં બનાવી શકાય છે. નેનોબોડીઝની શોધ 1980માં બેલ્જિયમની એક લેબમાં થઈ હતી.

Share This Article