CBIને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ વિરુદ્ધ આ કેસમાં ન મળ્યા કોઈ પુરાવા

admin
1 Min Read

સીબીઆઈએ ભૂતપૂર્વ નાણાંમંત્રી ચિદંબરમ અને બે અન્ય અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહેલ મામલાને લઈને બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, 63 મૂન્સ ટેકનોલોજીજ કંપનીના આરોપોને સાબિત કરવા માટે તેમને કોઈ પુરાવા મળ્યા નથી.

(File Pic)

મળતી માહિતી મુજબ, જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એનજે જામદારની ખંડપીઠ જિગ્નેશ શાહની કંપની 63 મૂન્સ (જુનું નામ ફાઈનેન્શિયલ ટેક્નોલોજીજ)ની અરજી પર સુનાવણી કરવામાં આવી રહી હતી.. પીઠની સામે CBIના વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર દાખલ કર્યો હતો. જેમાં કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના ચીફ વિજિલન્સ ઓફિસરને મોકલી દેવામાં આવી છે.

63 મૂન્સના વકીલે આ મામલાને હાઈપ્રોફાઈલ ષડયંત્ર ગણાવતા તપાસ કરાવવાની અપીલ કરી છે. જે અંગે કોર્ટેએ આ મામલામાં 3 મહિના બાદની તારીખ નક્કી કરી છે. કંપની તરફથી 15 ફેબ્રુઆરી 2019ના રોજ સીબીઆઈની પાસે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે નેશનલ સ્પોર્ટ એક્સચેન્જ લિ. (એનસઈએલ)નુ અરબોનું પેમેન્ટ ડિર્ફોલ્ટ ગોટાળો સામે આવ્યા પર ચિદમ્બરમ અને અન્ય 2 અધિકારીઓએ પોતાના પદનો દુર ઉપયોગ કરી કંપનીને નુકસાન પહોંચાડ્યુ હતુ.

Share This Article