આવતીકાલે વીડિયો સંદેશના માધ્યમથી દેશને સંબોધિત કરશે પીએમ મોદી, પીએમ મોદીના વીડિયો સંદેશ પર સૌની નજર

admin
1 Min Read

વડાપ્રધાન મોદીએ પોતે ટ્વીટ કરીને તેની જાણકારી દેશને આપી જેમાં તેમણે કહ્યું કે આવતીકાલે તે દેશને એક નાના વીડિયો સંદેશના માધ્યમથી સંબધિત કરશે. લોકડાઉનની જાહેરાત બાદ ઘણી બધી જગ્યાએ હજુ પણ લોકડાઉનનું પાલન થઇ રહ્યું નથી ત્યારે આ સંદેશમાં તે ફરીથી લોકોને કોરોનાથી બચવા માટે અપીલ કરી શકે છે..

આ પહેલાં પીએમ મોદીએ આજે દેશનાં રાજયોના વિવિધ મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી ચર્ચા કરી હતી. જેમાં કોરોના સામે લડાઇ લડી રહેલા રાજ્ય સરકારોએ કેન્દ્ર પાસે પોતાની બાકી રહેલા ચૂકવવાના રૂપિયાની માગણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરસથી બધા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

આ દરમિયાન રાજ્યોએ કેન્દ્ર પાસે મેડિકલ કિટ, બાકી રહેલા ચૂકવાના નાણા સાથે આર્થિક મદદ માગી છે. જ્યારે રાજ્યએ કેન્દ્રને પૂછ્યું કે લોકડાઉન ક્યાં સુધી લાગુ રહેશે? નોંધનીય છે કે કોરોના વાયરસના ખતરા સામે કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં છે. કેન્દ્ર દ્વારા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોનિયા ગાંધીએ લોકડાઉનને એક ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું.

 

Share This Article