કોરોના સામેની જંગ માટે હવે ભારતીય સેના એલર્ટ, મેડિકલ સામાન માટે જહાજ અને વિમાનોને એલર્ટ પર મુકી દેવાયા

admin
2 Min Read

દેશમાં કોરોનાનો ખતરો વધતા હવે ભારતીય સેના પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કોરોના સામેની જંગમાં હવે મેડિકલ સાથે સંકળાયેલ માલસામાનને તેના યોગ્ય સ્થળે પહોંચાડવા માટે વાયુસેનાની ટ્રાન્સપોર્ટ ફ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો જહાજ પણ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે…રક્ષા મંત્રી રાજનાથસિંહે કોરોના સાથે સંકળાયેલ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. સેનાના 8500 ડોક્ટર પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે.  રક્ષામંત્રીએ આદેશ કર્યો છે કે સિવિલ પ્રશાસનને તમામ પ્રકારની મદદ આપવામાં આવે જે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે.  સેનાના 8500 ડોક્ટર અને સપોર્ટ સ્ટાફ પણ કોરોના સામેની જંગ માટે તૈયાર છે.સેના રીટાર્ડ હેલ્થ પ્રોફેશનલ્સને પણ મદદ માટે તૈયાર રહેવા માટે જણાવામાં આવ્યું છે. આ માટે એલસીસીના 25000 કેડેટ્સને સિવિલ પ્રશાસનની મદદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે… સુરક્ષાદળો પહેલાથી જ કોરોના સામે લડવા માટે કોરેન્ટાઈન સુવિધાની તૈયારીમાં લાગેલા છે.

ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ જરુરી મેડિકલ સામાન તૈયાર કરી રહ્યું છે. તો વાયુસેના જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મણિપુર અને નાગાલેન્ડમાં મેડિકલ સપ્લાય પહોંચાડવા માટે કામે લાગી ગઈ છે. તો ભારતીય સેનાના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કોરોનાને લઈ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.આ માટે સુરક્ષાદળો દ્વારા ઘરની દિવાલો પર સ્ટે હોમ સ્ટે સેફના લખાણ લખવામાં આવી રહ્યા છે. તો જરુરીયાતમંદ પરિવારોને ભોજન સહિતની જીવન જરુરીયાતની સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે…સુરક્ષાદળોની આ કામગીરીની હાલ ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે…

Share This Article