આગામી 4 અઠવાડિયામાં કોરોનાના નવા કેસમાં થશે ઘટાડો, ચીનના એક્સપર્ટ ડો.ઝોન્ગ દ્વારા કરવામાં આવ્યો દાવો

admin
2 Min Read

કોરોના વાયરસના કહેર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે,ચીનના સૌથી મોટા કોરોના વાયરસ એક્સપર્ટે દાવો કર્યો છે કે આવનારા 4 અઠવાડિયામાં દુનિયા બદલાઈ જશે. એટલે કે સ્થિતિ પહેલા જેવી થઈ જશે. કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થશે. સાથે સાથે તેણે ભવિષ્યવાણી કરી છે કે ચીનમાં હવે કોરોનાનો બીજો અટેક નહીં થાય.

આ ભવિષ્યવાણી ડૉ. ઝોંગ દ્વારા કરવામાં આવી છે. ડૉ. ઝોન્ગ કોરોના વાયરસને લઈને ચીન સરકાર દ્વારા કામ કરી રહેલી મુખ્ય ટીમના પ્રમુખ છે. ચીનમાં કોરોના વાયરસનો બીજો અટેક નહીં થાય. કેમ કે અમે મોનિટરિંગ સિસ્ટમને બહુ મજબૂત કરી છે. ડૉ. ઝોન્ગ ટેલિવિઝન સ્ટેશન પર એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂને ડેલી મેઈલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ડૉ. ઝોન્ગે કહ્યું હતું કે કોરોના વાયરસ સામે લડવા માટે 2 રીત છે. પહેલું કે તેના સંક્રમણના દરને સૌથી નીચેના સ્તર પર લઈ જાવ. પછી તેને ફેલાતા અટકાવો. જેનાથી આપણને વૈક્સીન બનાવવાનો સમય મળશે અને આપણે આ બિમારીનો નાશ કરી શકાય….

ડૉ. ઝોન્ગનુ કહેવું છે કે બીજી રીત એ છે કે સંક્રમણની ગતિ ધીમી કરવામાં આવે અને દર્દીઓની સંખ્યા અલગ અલગ રીતે ઓછી કરવામાં આવે. ઘણા દેશોમાં કોરોનાને લઈને કડક પગલા ભરવામાં આવ્યા છે. ત્યારે મને આશા છે કે આવનારા 4 અઠવાડિયામાં નવા કેસ આવવાના લગભગ બંધ થઈ જશે.

Share This Article