તબલિગી જમાતના લીધે બે દિવસમાં કોરોનાના કેસ વધ્યા, બે દિવસમાં 14 રાજ્યોમાંથી કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા

admin
1 Min Read

કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. તેમાંય તબલીગી જમાતના કારણે કેસો વધ્યા હોવાના અહેવાલને હવે સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્વીકાર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના ભરડામાં અનેક જીવન હોમાઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં કેસ ડબલ થયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2300ને પાર પહોંચી છે. તો વળી 56 થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે. અત્યાર સુધી 56 લોકોના આ મહામારીના કારણે મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તબલિગી જમાલના સભ્યોને કારણે 14 રાજ્યોાં કોરોનાના 647 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાંથી ઘણા તબલિગી જમાત સાથે જોડાયેલા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે વધુમાં જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમને કારણે કોરોનાના કેસ વધ્યા છે. આવી ઘટનાઓથી તમામ પ્રયાસ નિષ્ફળ બની જાય છે.

Share This Article