ધર્મ ચક્ર દિવસ પર પીએમ મોદીનું સંબોધન..આપ્યો મહત્વનો સંદેશ

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ચક્ર દિવસ પર બૌદ્ધ વિદ્વાનોને સંબોધન કર્યું છે. આજના દિવસે ભગવાન બુદ્ધએ પોતાના 5 શિષ્યોને દીક્ષા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે, દેશના યુવાઓએ ભગવાન બુદ્ધની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ.

ભગવાન બુદ્ધએ આશા અને ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી. હું વર્ષ 2020ને લઈને બહુ જ આશાવાદ છું. મને આ આશા દેશા યુવાઓ પાસેથી મળે છે. વિવિધ ક્ષેત્રોમા નવા સ્ટાર્ટઅપ જોઈને મને પ્રેરણા મળે છે. સંસ્કૃતિ મંત્રાલયની દેખરેખ અંતર્ગત શનિવારે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ, ધર્મ ચક્ર દિવસ સ્વરુપે અષાઢ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. મહાત્મા બુદ્ધે આજના દિવસે જ પોતાના પહેલા પાંચ શિષ્યને પ્રથમ ઉપદેશ આપી દીક્ષા આપી હતી.

આ નિમિત્તે સમગ્ર વિશ્વના બૌદ્ધ અનુયાયીઓ દર વર્ષે આજના દિવસને ધર્મ ચક્ર પ્રવર્તન દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, બૌદ્ધ ધર્મ લોકોનો આદર કરતા શીખવે છે. લોકો માટે આદર રાખવો, ગરીબો માટે આદર રાખવો, મહિલાઓને આદર આપવો, શાંતિ અને અહિંસાનો આદર કરવો. આ કારણે જ બુદ્ધ દ્વારા આપવામાં આવેલી આ શીખામણ આજે પણ પ્રાસંગિક છે.

પીએમ મોદીએ જણાવ્યું કે,  હું મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરીશ કે તેઓ બુદ્ધના વિચારો સાથે જોડાય. તેઓ પોતે પણ તે વિચારો વડે મોટિવેટ થાય અને બીજા લોકોને પણ આગળનો રસ્તો દેખાડે. આજે સમગ્ર વિશ્વ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ તમામ પડકારોનું સમાધાન ગૌતમ બુદ્ધના વિચારોથી મળી શકે છે.

Share This Article