રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા એવોર્ડ સેરેમનીનું વિડિયોના માધ્યમથી આયોજન

admin
1 Min Read

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ આ નામ સાથે એક ગૌરવ જોડાએલું છે કેમ કે, આ ક્લબના નેતૃત્વમાં અનેક પ્રકારની કામગિરી થઈ છે જેમાં આ ક્લબ સાથે જોડાએલા લોકોનો ઘણો મોટો ફાળો છે.

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ 2019-20 એ ક્લબનું ગૌરવ વધારવાનો અને બધા સભ્યોને આવકારવાનો પણ યોગ્ય સમય છે. જે તમામ બાબતોને લઈને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા એવોર્ડ સેરેમનીનું ઝૂમ એપ પર આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના જેવી પરિસ્થિતિ વચ્ચે પણ રોટરી તેમની સાથે જોડાએલા લોકોનો ઉત્સાહ વધારવાનું ધ્યાન રાખે છે. રોટરીના મેમ્બર્સ તેમજ ફેમિલીના સભ્યો આ મોટા કાર્યક્રમમાં ઝૂમ એપ પર હાજર રહ્યા હતા અને અન્યોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. રોટરી ક્લબ પ્રેસિડેન્ટ કલ્પેશ શાહ અને સેક્રેટરી રાજેન્દ્ર નાગર સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

આગામી સમયમાં જેમની પાસે રોટરીનું જે પદ છે તે તમામને સોંપ્યા પછી નવી નેતૃત્વ ટીમને આવકારવાનો પણ આ સમય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલી લોકો મળ્યા હતા. જેમાં આરટીએન દિનેશ પટેલ, ડાયરેકટર સર્વિસ પ્રોજેક્ટ્સ કે જેમને બેસ્ટ રોટેરિયન તરીકેનો એવોર્ડ મળ્યો હતો. તેમનાં સર્વિસ પ્રોજેક્ટ્સમાં નિસ્વાર્થ ભાવે કરેલી સેવા બદલ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

Share This Article