અમદાવાદ મહિલા PSI ખૂદ ફસાયા પોલીસ સકંજામાં, માંગી હતી આટલા લાખની લાંચ

admin
1 Min Read

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈને 20 લાખની લાંચ લેવાનુ ભારે પડી ગયું છે. એસઓજીએ આ મામલે મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી અને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના માલિક સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી.

જેની તપાસ મૂળ કેશોદના અને અમદાવાદમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ. શ્વેતા જાડેજાને સોંપાઈ હતી, જેમણે આરોપીને પાસામાં પુરી દેવાની ધાક ધમકી આપીને ડરાવ્યા હતા.

(File Pic)

ત્યારબાદ પાસા નહી કરવા માટે 35 લાખની માંગ કરી હતી. જોકે, ૨૦ લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાંચે મહિલા પીએસઆઈ સામે ભ્રષ્ટ્રાચારની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને મહિલા પીએસઆઈની આ કેસની તપાસ એસઓજીના એસીપી બી.સી.સોલંકીને સોંપવામાં આવી છે. પોલીસે લાંચ કાંડમાં અન્ય કોણ કોણ આરોપીની સંડોવણી છે તે અંગે પણ તપાસ કરશે.

Share This Article