ઈઝરાયલે ઈરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બમારો… જુઓ બોમ્બમારાના દ્રશ્યો..

admin
2 Min Read

ઇઝરાયેલે પોતાના હરીફ ઈરાન પર સૌથી મોટો સાયબર હુમલો કરીને તેના પરમાણુ ઠેકાણાઓને તોડી પાડ્યા છે. ઇઝરાયલના અચાનક સાયબર હુમલાથી ઇરાનના યુરેનિયમ ઉત્પાનદ કેન્દ્ર અને મિસાઇલ ઉત્પાદન કેન્દ્રમાં આગ ભભૂકી ઉઠી હતી.

મળતી માહિતી મુજબ, ઇઝરાઇલ અને તેના ઈરાન વિરોધી ઈરાન વચ્ચેનો સાયબર હુમલો ચરમસીમાએ છે. તાજેતરની ઘટનામાં ઇઝરાયેલે મોટા પાયે સાયબર હુમલો કર્યો હતો અને ઈરાનના પરમાણુ અડ્ડા પર બે વિસ્ફોટ કર્યા હતા.

જેમાંથી એક યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે અને બીજું મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. એટલું જ નહીં, ઇઝરાયેલે તેના ઘાતક એફ -35 લડાકુ વિમાનની મદદથી ઈરાનના પર્ચિન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો કરી તેનો નાશ કર્યો હતો.

https://twitter.com/JasonMBrodsky/status/1279388812645404674?s=20

કુવૈતના અખબાર અલ જહીદાને ટાંકી અહેવાલોમાં જણાવાયું છે કે આ હુમલો ગત સપ્તાહે કરાયો હતો. ઈઝરાયેલના આ હુમલાથી ઈરાનના નતાંજ અણુ સંવર્ધન કેન્દ્રમાં આગ લાગી હતી, અને જોતજોતામાં ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે પોતાના હથિયાર અને મિસાઇલને ઈરાન યહૂદીઓના વિરોધી હિઝબોલ્લાહને પ્રદાન કરી રહ્યું છે. આવા અચાનક થયેલા હુમલામાં ઈરાનને મોટો ઝટકો લાગ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાને કારણે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ લગભગ બે મહિના પાછો ગયો છે.. જોકે હજી ઈઝરાયલ દ્વારા ઈરાનમાં કરાયેલા આ હુમલા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Share This Article