પંજાબમાં ઝેરી દારુએ મચાવ્યો હાહાકાર, ઝેરી દારુએ લીધો 21થી વધુ લોકોનો ભોગ

admin
1 Min Read

પંજાબમાં શંકાસ્પદ ઝેરી દારુ પીવાના કારણે 21થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ બનાવને લઈ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. ત્યારે આ મામલામાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરી તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના અમૃતસર, બટાલા અને તરણ તારણ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારુ પીવાના કારણે લોકોના મોત નિપજ્યા હોવાનુ સામે આવ્યુ છે.

(File Pic)

મળતી માહિતી મુજબ, નશીલા પદાર્થની સમસ્યાને કારણે લાંબા સમયથી ઝઝૂમી રહેલા પંજાબમાં ઝેરી દારૂ પીવાને કારણે 21 લોકોના મોત થઈ ગયા છે. પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણતારણ અને બટાલામાં ઝેરી દારૂ પીવાને કારણે લોકોના મોત થયા છે. કેપ્ટન અમરિંદર સિંહે તાત્કાલિક કાર્યવાહી કરતા મજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

(File Pic)

પ્રાપ્ત માહિતી મુજબ, બટાલા જિલ્લામાં પાચ લોકોના ઝેરી દારુ પીવાના કારણે મોત થયા છે અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે જે કમિટીનું ગઠન કર્યું છે તે આ ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેની પાછળના મુખ્ય કારણોની પણ તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તપાસ વહેલી તકે પૂરી થાય તે માટે ટીમને સંપૂર્ણ છૂટ આપી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આ મામલે જે કોઈપણ વ્યક્તિને દોષિ જાહેર કરવામાં આવશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article