રક્ષાબંધનના તહેવારને લઈ AMTSનો મહત્વનો નિર્ણય, મહિલાઓ-બાળકો માટે રહેશે આટલું ભાડું

admin
1 Min Read

અમદાવાદ એએમટીએસના સત્તાવાળા દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોને એએમટીએસ બસના ભાડામાં રાહત આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર એએમટીએસ દ્વારા બહેનો તેમજ બાળકોને બસ ભાડામાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ એએમટીએસ દ્વારા રક્ષાબંધનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા રક્ષાબંધનના દિવસે બહેનો 10 રૂપિયામાં મુસાફરી કરી શકશે અને બાળકો 5 રૂપિયામાં આખો દિવસમાં મુસાફરી કરી શકશે.

(File Pic)

એએમટીએસ આ નિર્ણયથી શહેરીજનોએ આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં મહિલાઓ માટે મનપસંદ ટિકિટનું ભાડું રૂ.ર૦ અને બાળકો માટે રૂ.૧૦ છે. જે રક્ષાબંધન નિમિત્તે અડધું લેવામાં આવશે. AMTS દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને શહેરીજનો દ્વારા આવકારવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ તેમજ બાળકોને બસ ભાડામાં રાહત આપવાના નિર્ણયને શહેરીજનોએ આવકાર્યો છે.

Share This Article