પોલીસની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં

admin
1 Min Read

ડીસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેની હકીકત રજૂ કરતી ઘટના ડીસામાં બની છે.. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનથી માત્ર 25 ફૂટના અંતરે શિવ પ્લાજામાં આવેલી એક એજન્સીને તસ્કરોએ નિશાન બનાવીને પોલીસને ચકમો આપવામાં સફળ રહી છે.. તસ્કરો આ એજન્સીમાથી લગભગ 15 લાખથી વધુની કિંમતની સિગારેટની ચોરી કરી ગયા છે..આ એજન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરો એટલા હોંશિયાર હતા કે તેમણે એજન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંદ કરી દીધા હતા.પરંતુ તેમ છતાં જ્યારે તે એજન્સીના ગોડાઉનમાં ચોરી કરી રહ્યા હતા તે દરમ્યાન ગોડાઉનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તસ્કરોને જ્યારે ગોડાઉનમાં કેમેરા લાગેલા હોવાની જાણ થતાં તસ્કરોએ તેમના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના સાત ઓગસ્ટની રાત્રે અને આઠમી ઓગસ્ટની વહેલી સવારના સમયે બની છે. ઘટના બન્યાને લગભગ આઠ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે.. પોલીસે આટલી મોટી ઘટનાની ફરિયાદ લેવામાં આટલો સમય કેમ લીધો તે પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે.. આ સમગ્ર ઘટના અંગે જલારામ એજન્સીના માલિક રજનિભાઈ પૂજારાએ વધુ વિગત આપી હતી.

Share This Article