ગુજરાતમાં હવે પોપકોર્ન ખાવા પડશે મોંઘા, આટલા ટકા GST લાગશે

admin
1 Min Read

કર્ણાટકમાં માલાબારના પરાઠા પર 18 ટકા જીએસટી લગાડ્યા બાદ ગુજરાતમાં પોપકોર્ન ઉપર 18 ટકા જીએસટી લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ટેક્સ મામલાની ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ(AAR)એ સ્પષ્ટ જણાવ્યું છે કે, પેક રેડી ટુ પોપકોર્ન ઉપર 18 ટકાની વસ્તુ અને સેવા ટેક્સ લાગશે.

AARની ગુજરાત બેંચે એ નક્કી કર્યુ છે કે, ખાણી-પીણીની વસ્તુઓ પર વધારે GST લગાવવા માટે એક નવી ચર્ચા શરૂ થઈ છે. ગુજરાત બેંચે કહ્યુ છે કે, રેડી-ટૂ-ઈટ પોપકોર્નને બનાવવા માટે મકાઈના દાણાને ગરમ કરીને તેમાં નમક જેવી બીજી વસ્તુઓ ભેળવવામાં આવે છે. જેથી તેના પર 18 ટકા GST લાગશે.

AARની ગુજરાત બેંચનો આ નિર્ણય પોપકોર્ન બનાવનારી સુરતની એક કંપની જય જલારામ એન્ટરપ્રાઈની અરજીની સુનાવણની દરમિયાન થયો છે. આ કંપની પ્લાસ્ટિકના બંધ પેકમાં રજિસ્ટર્ડ બ્રાંડનેમથી પોપકોર્ન વેચે છે.

કંપનીએ પોતાનો પક્ષ રાખતા કહ્યુ છે કે, આ સામાન્ય મકાઈના દાણા છે જે અનાજની કેટેગરીમાં આવે છે, જેથી તેના પર 5 ટકા GST જ લાગવુ જોઈએ. પરંતુ આ મામલામાં AAR નું માનવુ હતુ કે, પોપકોર્ન શેક્યા બાદ રેડી-ટૂ-ઈટ કેટેગરીમાં આવી જાય છે. જેથી તેના પર 18 ટકા GST લાગવુ જોઈએ.

Share This Article