લગ્નજીવનમાં પોઝીટીવીટી

admin
1 Min Read

વાસ્તુ શાસ્ત્રમાં બધી જ વસ્તુઓના શુભ-અશુભ સ્થાન દર્શાવવામાં આવ્યાં છે.ઘરમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ અપનાવવી. ઘરમાં નાના બદલાવ કરીને માનસિક શાંતિ અનુભવી શકાય છે.

ગર્ભવતીના રૂમમાં કૃષ્ણના બાળ સ્વરૂપની અથવા કોઇ સુંદર બાળકની તસવીર રાખવી જોઇએ. આવી તસવીર જોતા રહેવાથી મહિલાઓ પ્રસન્ન રહે છે. માન્યતા છે કે, ગર્ભવતી મહિલા શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરે તો બાળક પણ સુંદર આવે છે.

રાધા-કૃષ્ણની તસવીર રૂમમાં રાખવી શુભ મનાય છે. આવી તસવીર રાખવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ બની રહે છે અને લગ્નજીવનમાં પોઝિટિવિટી વધે છે.

હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ જોતાં હોય એ રીતે તેમની તસવીર રાખવી જોઇએ.

શિવજી, કુબેરદેવ, ગંધર્વદેવની તસવીર ઉત્તર દિશામાં રાખવી જોઇએ. મહાલક્ષ્મી, માતા દુર્ગા, માતા સરસ્વતીના ચિત્ર રાખવા માટે પણ ઉત્તર દિશા સર્વોત્તમ છે.

મહાલક્ષ્મીજીના બેસેલાં સ્વરૂપની તસવીર પણ શુભ રહે છે. માતા દુર્ગાના ચિત્રમાં સિંહનું મુખ ખુલ્લું હોવું જોઇએ નહીં.

યોગ્ય દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવાથી ઘરમાં પોઝિટિવિટી વધે છે અને વાસ્તુ દોષ દૂર થઇ શકે છે.

 

Share This Article