સાબરકાંઠા : ઇડર ખાતે સેવાસેતુ કાર્યક્રમ

admin
1 Min Read

રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહિવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓનુ ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને સાબરકાંઠામાં પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના ઇડરના મામલતદાર વિભાગ દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા પડે તેના બદલે પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે.

Share This Article