‘ભૂલ ભુલૈયા-2 નું પોસ્ટર રિલીઝ – ફિલ્મમાં કાર્તિકઆર્યન જોવા મળશે લીડ રોલમાં

admin
2 Min Read

વર્ષ 2007માં રિલીઝ થયેલી હિટ કોમેડી અને સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ને આગળ વધારવા માટે કાર્તિક આર્યન બોર્ડ સાથે જોડાયો છે. તેનો પહેલો લુક પ્રોડ્યૂસર ભૂષણ કુમાર અને મુરાદ ખેતાનીએ ડિરેક્ટર અનીસ બઝ્મી અને કાર્તિકે સાથે રિલીઝ કર્યુ છે. આ ફિલ્મના પહેલા પાર્ટમાં અક્ષય કુમારે ડૉક્ટરનો રોલ પ્લે કર્યો હતો જેને હવે સેકેન્ડ પાર્ટમાં કાર્તિક પ્લે કરશે. ફિલ્મની વાર્તા ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈએ રિલીઝ થશે…….ફિલ્મ માટે કાર્તિકના ઓપોઝિટ સારા અલી ખાનને કાસ્ટ કરવાની ચર્ચા છે. ફિલ્મ નિર્માતા અન્ય પાત્રોની કાસ્ટિંગ નક્કી કરીને ટૂંક સમયમાં આ વિશે એનાઉન્સમેન્ટ કરશે. કાર્તિકે આ ફિલ્મ અંગે કહ્યું હતું, ‘ત્રીજી વખત ભૂષણની સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છું. ‘ભૂલ ભુલૈયા’ કાયમ મારી પસંદીદા કોમેડી-થ્રિલર ફિલ્મોમાંથી એક રહી છે. આ ફ્રેન્ચાઇઝીને આગળ લઈ જવું મારા માટે એક મોટી જવાબદારી સમાન છે.’ તો ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે કહ્યું હતું, દર્શકો ‘ભૂલ ભુલૈયા’ના બીજા પાર્ટની રાહ તો જોઈ જ રહ્યા હતા સાથે જ હું પણ લાંબા સમયથી તેના બનવાની રાહ જોઈ રહ્યો હતો. જોકે, અમે યોગ્ય સ્ક્રિપ્ટ લોક કરવા ઈચ્છીએ છીએ. આખરે 11 વર્ષની રાહ જોયા પછી હવે આ થવા જઈ રહ્યું છે. ફિલ્મના ડિરેક્ટર અનીસ બઝ્મીએ જણાવ્યું હતું, ગયા વર્ષે મેં ભૂષણ અને મુરાદ સાથે જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કર્યુ છે અને હવે હું તેમની સાથે આ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છું. કાર્તિક સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. તે ખૂબ ટેલેન્ટેડ એક્ટર છે અને ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ જ દમદાર છે.

Share This Article