અમરેલીના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો

admin
1 Min Read

અમરેલી જિલ્લા સહિત રાજયભરમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી અંદાજિત રૂપિયા રપ હજાર કરોડનું નુકસાન થયું હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. જોકે,અમરેલીમાં હજી પણ કમોસમી વરસાદ બંધ થવાનુ નામ નથી લઈ રહ્યો. કમોસમી વરસાદે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસથી ખેડૂતોની માઠી બેસાડી છે. ત્યારે  અમરેલીના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદી ઝાપટુ પડ્યું હતું. સાવરકુંડલાના ભમ્મર, મેરીયાણા, ઘનશ્યામનગર, આદસંગ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પવનના સુસવાટા સાથે વરસાદ પડતા ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. કમોસમી વરસાદને કારણે હજારો ખેડૂતો પાયમાલ થયા છે અને પોતાનો ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલ મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ નુકશાનીના વળતર સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે.

Share This Article