બહુચરાજી ધારાસભ્યના ભાજપ સરકાર પર પ્રહારો

admin
1 Min Read

રાજ્યમાં કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યની ભાજપ સરકાર પર ખેડૂતોને થયેલ નુકશાનના વળતર, બેરોજગાર, વિકાસ સહિતના મુદ્દે પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, બહુચરાજી વિધાનસભાની સીટ કોંગ્રેસને ફાળે હોવાથી બહુચરાજીની જનતા સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. તેમણે આ સવાલો સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બહુચરાજીમાં એકપણ વિકાસનું  ન થયુ હોવાનો પણ ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. રોડ-રસ્તા, ટ્રાફિક, સર્કિટ હાઉસ અને મંદિરના વિકાસના કામો અટવાયા હોવાનું પણ ભરતજી ઠાકોરે જણાવ્યુ હતું. ભરતજી ઠાકોરના જણાવ્યા મુજબ, રોડ રસ્તાઓનું કામકાજ યોગ્ય કરવામાં ન આવતા તેમજ ટ્રાન્સપોર્ટની પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા બહુચરાજી મંદિરે આવતા યાત્રિકો અસુવિધાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  મહત્વનું છે કે, આ પહેલા પણ બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ભાજપ પર પ્રહાર કરી ચુક્યા છે.

Share This Article