મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓ મર્જ કરવા સામે વિરોધ

admin
1 Min Read

રાજ્ય સરકારે જે શાળામાં ઓછા વિદ્યાર્થીઓ છે તેવી શાળાને મર્જ કરવાના નિર્ણયનો કર્યો છે. આ નિર્ણયનો મહેસાણા જીલ્લા સમિતિના ચેરમેને વિરોધ દર્શાવ્યો છે.  ૩૦ કે તેથી ઓછી વિદ્યાર્થી સંખ્યાવાળી મહેસાણા જિલ્લાની ૧૦૪ જેટલી પ્રાથમિક શાળાઓ નજીકની શાળાઓમાં મર્જ કરવા મુદ્દે ઉઠેલા વિરોધના પગલે શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઈ ચૌધરીએ શાળાઓ બંધ ન કરવાની મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. 104 શાળાઓ બંધ થવાથી 224 શિક્ષકો વધમાં પડશે. 104 શાળાઓ મર્જ થવાથી શાળાનું રિજલ્ટ સહીત શાળાના ડ્રોપ આઉટ રેસિયોમાં વધારો થશે. આ શાળાઓ બંધ નહીં કરવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય દરકાર નહીં લેવામાં આવે તો મહેસાણાથી એક આંદોલન સરકારને સહન કરવું પડશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી. મતદાન માટે પણ એક શાળા હોવી જોઇએ જો શાળા જ નહી હોય તો લોકો મતદાન કરવા ક્યાં જશે તેવા સરકાર સામે સવાલો કર્યા હતા.

 

 

Share This Article