ગિરનાર રોપ-વે બાદ હવે સી-પ્લેનના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ

admin
2 Min Read

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે. આગામી 31 ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે જેમાં તે તળાવ નંબર 3 પાસે સી પ્લેન માટે વોટર એરોડ્રામ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

સાથે જ ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી 24 મીટર બાય 9 મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી 65 ટનનો ભાર લઈ શકે છે. સાથે તળાવના 3 કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે.

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદ ના કાંકરિયાથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે અને આગામી 31 ઓક્ટોમ્બરના સરદાર પટેલ જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજનાર છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. મહત્વનું છે કે, અમદાવાદથી કેવડિયાની 50 મિનિટની આ ફ્લાઈટ માટે વન-વે ટિકિટનું ભાડુ રુપિયા 4800 નક્કી કરવામાં આવ્યું છે. જોકે તેમાં સીઝન પ્રમાણે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

Share This Article