તુવેર, અડદ, મસૂર અને મગની દાળના ભાવમાં કિલોએ રૂ.35 સુધીનો વધારો થયો

Subham Bhatt
1 Min Read

શાકભાજી પછી કઠોળમાં પ્રતિ કિલોએ રૂ.15થી 20નો વધારો થઈ ગયો છે. હાલ કાલુપુર ચોખા બજારમાં હોલસેલ દાળોના પ્રતિ કિલો ભાવમાં ઉછાળો આવ્યો છે. મગના પ્રતિ કિલો રૂ.90 છે જે અગાઉ રૂ.77 હતા. હોલસેલમાં ચોળા પણ કિલોએ રૂ.80 થઈ ગયા છે. પરંતુ છૂટક બજારમાં તેનો ભાવ કિલોએ રૂ.110 સુધી પહોંચી ગયો છે. મસૂરની દાળ અગાઉ 80 કિલો મળતી હતી જે વધીને છૂટકમાં 115 સુધી પહોંચી ગઈ છે.કાળા અડદના જથ્થાબંધ ભાવમાં પણ રૂ. 4નો વધારો થયો છે.

Prices of tur, urad, lentils and mugni dal rose by up to Rs 35 per kg

જે પહેલાં 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.કઠોળના ભાવ વધતાં દાળના ભાવમાં પણ વધારો થયો છે. તુવેરની દાળમાં કિલોએ 10 રૂપિયા અને અડદની દાળમાં 6 રૂપિયા વધ્યા છે.હાલ કિલો તુવેરની દાળ 98 રૂપિયે અને અડદની દાળ 95 રૂપિયે કિલો હોલસેલ બજારમાં મળી રહી છે. પરંતુ છૂટક બજારમાં તુવેર દાળના કિલોના ભાવ રૂ.127 જ્યારે અડદના 130 રૂપિયા બોલાય છે. કઠોળના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડી છે.

Share This Article