વડાપ્રધાન મોદી આજે દેશને કરશે સંબોધન : લોકડાઉન અંગે કરી શકે છે મોટી જાહેરાત

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આજે રાત્રે 8 વાગ્યે તેઓ દેશની જનતાને વીડિયોના માધ્યમથી સંબોધન કરશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી, જેમાં કોરોના વાયરસ અંગે રાજ્યોએ કરેલી કામગીરીની સાથે સાથે લોકડાઉન લંબાવવુ કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

તેથી માનવામાં આવી રહ્યું છે કે આજે વડાપ્રધાન મોદી લોકડાઉન અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પીએમ મોદીના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે થયેલ બેઠકમાં ચાર રાજ્યોએ લોકડાઉન લંબાવવાની માંગણી કરી હતી.

લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે.

Share This Article