પાલતુ ડોગ્સને દિલ્હીથી લઈ મુંબઈ પહોંચશે પ્રાઈવેટ જેટ

admin
1 Min Read

જ્યાં એકબાજુ કોરોના મહામારીના કારણે ભારતમાં લોકડાઉન લંબાવવામાં આવ્યુ હતું. ત્યારે હાલ સરકારે અનલોક 1માં છૂટછાટો આપી છે. તેવામાં ડોમેસ્ટિક ફ્લાઈટોની સાથે સાથે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ ફરી એકવાર ધમધમતી થઈ છે. ત્યારે એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે.

જેમાં છ પાલતુ સજીવોને દિલ્હીથી મુંબઈ સ્થિતિ તેમના માલિકો સુધી પહોંચાડવા માટે ૯.૬ લાખ રૂપિયામાં એક પ્રાઈવેટ જેટ બુક થયું હતું. એક સીટની કિંમત ૧.૬ લાખ રૂપિયા હતી. મુંબઈમાં તેમના માલિકો સુધી પેટ્સને પહોંચાડવા માટે એક પ્રાઈવેટ જેટ બુક થયું હતું. એમાં માત્ર પેટ્સ જ સવાર થશે. પ્રાઈવેટ જેટ ૯.૬ લાખમાં બુક થયું હતું.  એટલે કે એક સીટની કિંમત ૧.૬ લાખ રૂપિયા જેટલી થઈ હતી.

મળતી માહિતી મુજબ, આ જેટને ઓલ પેટ પ્રાઈવેટ જેટ નામ આપવામાં આવ્યું હતું. એક્રિશન એવિએશન નામની પ્રાઈવેટ જેટ કંપનીએ આ પેટ્સને તેમના માલિકો સુધી પહોંચાડવાની જવાબદારી એક સાઈબર સિક્યુરિટી રીસર્ચર દીપિકા સિંહના કહેવાથી લીધી હતી.

દીપિકા સિંહને માત્ર પેટ્સને દિલ્હીથી મુંબઈ પહોંચાડવા જેટ બુક કરાવવાનો આઈડિયા આવ્યો હતો. દીપિકા સિંહના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ચાર લોકોએ તેમના છ પેટ્સને દિલ્હીથી મુંબઈ પહોંચાડવાની તૈયારી બતાવી હતી.. જો વધારે માલિકો તૈયાર થશે તો એ પ્રમાણે જેટની વ્યવસ્થા કરવાની પણ દીપિકાએ તૈયારી બતાવી હતી.

Share This Article