કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે હાર્દિક પેટલનું નિવેદન

admin
1 Min Read

રાજ્યસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચુંટણીને લઈને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

ત્યારે સૌરાષ્ટ્રમાંથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે તમામ ધારાસભ્યોને રાજકોટના એક રિસોર્ટમાં એકઠા કરવામાં આવ્યા છે. જ્યાં પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, મોહમદ પીરજાદા સહિત હાર્દિક પટેલ તેમજ અન્ય ધારાસભ્યો પણ પહોંચ્યા છે.

ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંને લઇને ભાજપ પર તોડ-જોડની રાજનીતિનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. ત્યાઆ મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું હતુ કે જે ગયા તેમનો ઇતિહાસ તપાસો, હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે. હવે જનતાએ પોતાની ભૂમિકા નિભાવવાનો સમય આવ્યો છે. જનતા સાથે દ્રોહ કરનારને જનતાએ પાઠ ભણાવવાની જરૂર છે. વારંવાર ચૂંટણીઓ યોજી જનતાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે. આ ઉપરાંત હાર્દિકે જણાવ્યુ હતું કે, લોકોએ હવે જાગૃત થઈ એકજૂટતા બતાવવાનો સમય આવ્યો છે.

Share This Article