થોડા દિવસો અગાઉ સોશિયલ મીડીયાના માધ્યમથી મુસ્લિમ સમાજ વિરૂધ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરનાર ભરૂચના વકિલ પ્રકાશ મોદી વિરૂધ્ધ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો છે. જેના પ્રત્યાઘાતરૂપે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરનાર તેમજ સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવનાર ભરૂચના વકિલ પ્રકાશ મોદી વિરૂધ્ધ સંબંધિતો દ્વારા સખ્ત પગલા લઇ કાયદેસર કાર્યવાહી કરાવવા માટે રજુઆત તેમજ એફઆઇઆરની ગતિવિધિ શરુ થઇ છે. ટંકારીયા ગામના અબ્બાસ અહમદ મુન્શી, અબ્દુલ કામઠી, હુજૈફા પટેલ, ઇમ્તિયાઝ પટેલ, અબ્દુલ કૈયુમ હક માસ્તર તેમજ પાલેજના મુસ્લિમ સમાજના આગેવાનોએ ભેગા મળી મુસ્લિમ સમાજ વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ભરૂચના વકિલ પ્રકાશ મોદી વિરૂધ્ધ પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલને અરજી આપી તેમજ એફઆરઆઇની માંગ સાથે કસુરવાર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
