ભાવનગરના દરિયા કિનારે મહા વાવાઝોડાની સંભાવના

admin
1 Min Read

‘મહા’ વાવાઝોડાની અસરને પગલે ભાવનગર સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડાની અસરને લઇ NDRFની ટીમ ભાવનગર આવી પહોંચી હતી. શહેર જિલ્લામાં વવાઝોડાની પરિસ્થિતિને પહોચી રહેવા NDRF,  ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ક્યાર વાવાઝોડાનો ભય ટળ્યો ત્યાં હવે આગામી દિવસોમાં મહા વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારે મહા વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે હાલ સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ છે. આજે સોમવારે જિલ્લા કલેકટરે અધિકારી-કર્મચારીઓની બેઠક બોલાવી હતી અને દરેક વિભાગને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી હતી. વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદ પડવાની શકયતા છે. મહા વાવાઝોડુ આગામી તા. 6 અને 7 નવેમ્બરે ભાવનગર જિલ્લાના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવનાના પગલે સરકારી તંત્રએ સાવચેતીના પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. આજે સોમવારે રાજ્ય સરકારે વિડયો કોન્ફરન્સ કરી જિલ્લા કલેકટર સહિતનાને એલર્ટ રહેવા સુચના આપી છે, જેના પગલે આજે ભાવનગરના જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ મહાપાલિકા, પોલીસ, જિલ્લા પંચાયત સહિતના અધિકારીઓની બેઠક બોલાવી હતી.

Share This Article