બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ

admin
1 Min Read

સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ સોમવારથી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકશાન થયું છે અને ખેડૂતોએ પાકને થયેલ નુકશાન અંગે સરકાર સમક્ષ ટેકાના ભાવોની માંગણી કરી હતી.. ત્યારે ખેડૂતોની માંગણીને લઈ સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દીધી છે.. પરંતુ સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતો ખૂબ જ ઓછી સંખ્યામાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પણ ગુજરાત સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.. કમોસમી વરસાદને પગલે સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. હવે સોમવારથી ઉત્તર ગુજરાતમાં નિર્ધારીત કરવામાં આવેલ મગફળી કેન્દ્રો શરૃ કરી ટેકાના ભાવથી મગફળીનો પાક ખરીદવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી… પરંતુ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હોવા છતાં ખેડૂતો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી રહ્યા છે.

Share This Article