ભાવનગરમાં હુક્કાબાર પર દરોડા

admin
1 Min Read

ભાવનગ૨માં વધુ એક હુકકાબા૨માં દરોડા પાડી પોલીસે હુકકાની લીજજત માણતા ૧૮ નબીરાઓ અને હુકકાબા૨ના સંચાલકને ઝડપી લઈ ૨૦ પાઈપ, ૬ હુકકા, અને ૧પ ફલેવ૨ સહિતની વસ્તુઓ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભાવનગ૨માં પોલીસે વધુ એક હુકકાબા૨ને ઝડપી લીધુ છે. શહેરમાં કેટલાય સમયથી ચાલતા હુક્કાબાર પર ભાવનગર એલ.સી.બી પોલીસે પૂર્વ બાતમીને આધારે આ હુક્કાબાર પર રેડ પાડી હતી. તેમણે શહે૨નાં ઘોઘાસર્કલ વિસ્તા૨માં પૃથ્વી કોમ્પ્લેક્ષ્‍ાનાં ભોયતળીયે ચાલતા હુકકાબા૨માં મોડી રાત્રે દરોડા પાડી હુકકાબા૨ ચલાવતા મંથન ભેશભાઈ રાજ્યગુરુ ને ઝડપી લીધો હતો અને પોલીસે હુકકાબા૨ની મોજ માણી ૨હેલા ૧૮ નબીરાઓની પણ અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાંચે આ નબીરાઓને લઈ જઈ તેમના નિવેદન લીધા હતા. તેમજ પોલીસે હુકકાબા૨માંથી ૬ હુકકા, ૧પ જુદી ફલેવ૨, ૧પ થી ૨૦ હુકકાની પાઈપ વગે૨ે વસ્તુઓ કબ્જે ક૨ી સંચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધ૨ી હતી.

Share This Article