બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

admin
1 Min Read

ગુજરાતમાં હાલ ચોમાસું ચાલી રહ્યુ છે ત્યારે શ્રાવણ માસમાં હવે વરસાદની હેલી થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી. ગીર સોમનાથ, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

(File Pic)

અમરેલી, ગીર સોમનાથ, વલસાડ સિવાયના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ નથી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે. આજથી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 25 જુલાઇએ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેને લીધે વરસાદ રહેશે. આ ઉપરાંત 26 જુલાઇએ વલસાડ, દમણ, અમરેલીમાં વરસાદ થઈ શકે છે. તો ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. તો બીજીબાજુ વડોદરામાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ઠંડા પવન સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરાના રાવપુરા, માંજલપુર,અલકાપુરી, કારેલીબાગ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Share This Article