કોવિડ-19 સંકટ વચ્ચે નવી બીમારીનું જોખમ, બાળકોમાં જોવા મળી આ બીમારી

admin
2 Min Read

એકબાજુ કોરોના વાયરસ મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. તો બીજીબાજુ હવે બાળકોમાં અલગ પ્રકારની બીમારીના લક્ષણો જોવા મળી રહ્યા છે. મુંબઈની વાડિયા હોસ્પિટલમાં 100 બાળકો કોરોના પોઝિટિવ હોવાથી સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 18 બાળકો પીએમઆઈએસ એટલે કે પિડિયાટ્રિક મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લામેટ્રી સિન્ડ્રોમનો શિકાર બન્યા હોવાની માહિતી સામે આવી છે.

(File Pic)

શું છે PMISના લક્ષણો?
→ તાવ આવવો
→ ચામડી પર ચકામા થવા
→ આંખોમાં બળતરા થવી
→ પેટમાં દુ:ખાવા સહિતની સમસ્યા

મોટાભાગના બાળકોમાં આ બીમારી કોરોનાથી સાજા થયા બાદ જોવા મળી છે. ડોક્ટર્સના જણાવ્યા મુજબ સમયસર આ બીમારી અંગે જાણવુ ખૂબ જ જરુરી છે જેથી તેની સારવાર થઈ શકે. જોકે, હાલ આ બીમારીના લક્ષણ સામાન્ય છે, જેમ કે તાવ આવવો, ચામડી પર ચકામા થવા, તેમજ આંખોમાં બળતરા થવી તેમજ પેટમાં દુખાવા સહિતની સમસ્યા આ બીમારીના લક્ષણો છે.

રિપોર્ટ પ્રમાણે, આ 18માંથી 2 બાળકોની કોરોનાથી સ્વસ્થ થયા બાદ આ બીમારીના કારણે મોતને ભેટ્યા છે. વાડિયા હોસ્પિટલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને આ રોગની જાણકારી આપી દીધી છે. અન્ય ઠેકાણેથી પણ ડેટા મેળવવામાં આવી રહ્યા છે. હાલ ડૉક્ટર્સ આ મામલે રિસર્ચ કરી રહ્યાં છે. ICMRને પરિણામો વિશે વાકેફ કરવામાં આવી રહ્યાં છે. આ કેસ જૂનથી મુંબઈમાં સામે આવ્યા છે. ચેન્નઈ, દિલ્હી અને જયપુરમાં પણ આવા કેસ રિપોર્ટ થયા છે.

Share This Article