રાજીવ ગાંધીની જન્મ જયંતી ઉજવવામાં આવી

admin
1 Min Read

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં આવેલા વિરભૂમી ઘાટ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિતના નેતાઓ સવારે વિરભૂમી પહોંચ્યા હતા. જ્યાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ પણ સવારે વીર ભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યરે ભરૂચના જંબુસર શહેરમાં રાજીવ ગાંધીની ૭૫ મી જન્મ જયંતી નિમિત્તે જંબુસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજયો હતો. 21 મી સદીના પ્રણેતા અને પંચાયત રાજના શિલ્પી એવા રાજીવ ગાંધીની જન્મ જયંતીની દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે જંબુસર શહેર અને તાલુક કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર સિંહ યાદવ શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદ તલાટી સોશિયલ મીડિયા કો. ઓડોનેટર ભરતભાઈ કનગામ સરપંચ શરદ સિંહ રાણા યુથ કોંગ્રેસ પ્રમુખ કિરીટ રાજ ગોહિલ અહીં ત શહેરા તાલુકાના આગેવાનો કાર્યકર્તા અને આયોજન ભાગ લઈશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article