રાજકોટ : કુંડલિયા કોલેજમાં રેમડેસિવિરનું 24 કલાક વિતરણ

admin
1 Min Read

રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. ત્યારે રામબાણ સમા રેમડેસિવિર ઇન્જેક્શનની પણ ખૂબ જ જરૂરિયાત ઉદભવી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાતને ધ્યાને રાખી રાજકોટ માટે વધુ 3 હજાર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરાયા મુજબ એન્ટીજન, RTPCR કે સીટી સ્કેન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય અને દર્દી હોમ આઈસોલેટ થયા હોય તો તેને પણ ઇન્જેક્શન મળી શકશે. ઈન્જેક્શનની કાળાબજારી ન થાય અને લોકોને આસનીથી મળે તે માટે ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલ કુંડલિયા કોલેજમાં રેમડેસિવિર વિતરણનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

 

આજે લોકો ઇન્જેક્શન લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. લોકોની લાંબી જોવા મળી રહી છે. એક ઇન્જેક્શનનો ભાવ 670 રૂપિયા રાખવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શનના મધ્યસ્થ કેન્દ્ર પર સવારથી જ લોકોની લાઇન જોવા મળી રહી છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ કેન્દ્ર 3 શિફ્ટમાં 24 કલાક ચાલુ રાખવામાં આવશે. જેથી કોઇ પણ દર્દી કે પરિવારજનોને મુશ્કેલી ન સર્જાય. ઉલ્લેખનીય છે કે, 31 જેટલી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ , નર્સિંગ હોમ અને હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ નક્કી કરે તેવા દર્દીઓને જ અહીંથી રેમડેસિવિર ઇન્જેક્શન મળી શકશે.

Share This Article