સુરત : સિવિલમાંથી દર્દીઓના નામે ઈન્જેકશન ખરીદીનું કૌભાંડ

admin
2 Min Read

કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકશનોની કાળાબજારી કરતા 6 ને ક્રાઇમબ્રાંચે ઝડપ્યા છે. ડીસીબીના સ્ટાફે 12 રેમડેસિવિર ઈન્જેક્શનો, 2.45 લાખ રોકડા અને 5 ફોન મળી 2.89 લાખનો મુદામાલ કબજે કર્યો છે. 6 જણાની ટોળકીમાં યોગેશ કવાડ એમઆર, બે ભાઈ શૈલેષ અને નીતિન હડીયા લેબોરેટેરીના માલિક અને વિવેક ધામેલીયા નિત્યા મેડિકલ સ્ટોરનો માલિક અને નિત્યા હોસ્પિટલમાં પાર્ટનર છે. જયારે પ્રદીપ કાતરીયા લેબમાં નોકરી કરે તેમજ કલ્પેશ મકવાણા મેડિકલની બહાર રેમડેસિવિર ઇન્જેકશન લેવા આવતા ગ્રાહકો પર વોચ રાખતો હતો. ક્રાઇમબ્રાંચની ટીમે પરવટ પાટિયા વિજય મેડિકલ સ્ટોરમાં રાત્રે ડમી ગ્રાહક મોકલતા સ્ટોરવાળાએ રેમડેસિવિર ઇન્જેક્શન ન હોવાનું કહેતા બહાર ઉભેલા કલ્પેશે ડમી ગ્રાહકને કહ્યું,

 

 

મે તુમ્હે યે ઇન્જેક્શન દીલા શકતા હું, 1 કા 12 હજાર હોગા, ગ્રાહકે હા પાડતા કલ્પેશ તેને ગોડાદરામાં ફ્યુઝન પેથોલોજી લેબ પાસે લઈ જઈ કલ્પેશે પ્રદીપ કાતરીયાને 6 ઇન્જેકશનો લઈ નીચે બોલાવી ગ્રાહક પાસે 70 હજાર લઈ 6 ઇન્જેકશન આપ્યા હતા. ત્યારે ડીસીબીની ટીમે બંનેને પકડતા લેબમાંથી વધુ 6 ઇન્જેકશન મળ્યા હતા. લેબના માલિક શૈલેષ અને નીતિનની પૂછપરછ કરતા આ ઇન્જેકશન યોગેશ આપતો હોવાનું જણાવતા ડીસીબીએ યોગેશની પૂછપરછ કરતા આ ઇન્જેકશન વિવેક પાસેથી લાવ્યાનું કહ્યું હતું. વિવેકની પૂછપરછમાં જાણવા મળ્યું કે, સિવિલમાં તેણે દર્દીના નામે 10 ઇન્જેકશન 1500ના ભાવથી તથા બાકીના 10 ઇન્જેકશન 2 હજારના ભાવે ખરીદી કરી ફ્યુઝન પેથોલોજી લેબમાં વેચાણ કર્યા હતા

Share This Article